પાડોશી : ભાભી, આજે ભાઈ દેખાતા નથી. ભાભી : અમારો ઝગડો થઈ ગયો છે, હવે તે બગીચામાં છે. પાડોશી : હું આખા બગીચામાં ફરી આવ્યો પણ તે દેખાયા નહિ, પછી ભાભી એ એવો જવાબ આપ્યો કે પાડોશી પણ શરમાઈને જતો રહ્યો
જોક્સ-૧
દિયર ને માથામાં ઈજા થઈ હતી.
ભાભી : આ કેવી રીતે થયું?
દિયર : અરે ભાભી, હું ઈંટ વડે પથ્થર તોડી રહ્યો હતો.
ભાભી : તો તેમાં માથામાં ઈજા કેવી રીતે થઈ?
દિયર : ભાભી, એ દરમિયાન એક પાડોશીએ મને કહ્યું : ક્યારેક મગજનો ઉપયોગ કરવો જોઈએ. મેં તેમની સલાહ માની તો આવી હાલત થઈ.
જોક્સ-૨
એક દુશ્મન જહાજને નજીક આવતાં જોઈને કપ્તાન બોલ્યો,
કપ્તાન : જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.
સેઇલર : લાલ શર્ટ શા માટે?
કપ્તાન : યુદ્ધ માં મને લોહી નીકળે તે કોઈ જુએ એ મને પસંદ નથી.
થોડા દિવસ પછી એક સાથે ૬ દુશ્મન જહાજો એક સાથે આવ્યા.
કપ્તાન : જાવ, મારું પીળું પેંટ લઈ આવો.
(બાકી તમે સમજદાર છો.)
જોક્સ-૩
દુકાનદાર : બહેન, તમે કાયમ દુકાને આવો છો, દાગીના જુઓ, પણ તમે કેમ કંઈ લેતા નથી?
ગ્રાહક : હું હંમેશા લઉં છું, પણ તમે ધ્યાન આપતા નથી.
જોક્સ-૪
પત્ની : પુરૂષોને ટાલ કેમ પડે છે?
પતિ : કારણ કે તેઓ મગજથી વધુ કામ લે છે.
પત્ની : તો પછી સ્ત્રીઓને કેમ નથી પડતી?
પતિ : તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા.
જોક્સ-૫
પાડોશી : ભાભી, આજે ભાઈ દેખાતા નથી.
ભાભી : અમારો ઝગડો થઈ ગયો છે, હવે તે બગીચામાં છે.
પાડોશી : હું આખા બગીચામાં ફરી આવ્યો પણ તે દેખાયા નહિ.
ભાભી : તમે બગીચામાં ખોદીને જોયું?
પાડોશી બેભાન.
જોક્સ-૬
ડોક્ટર : તમે ટેંશનમાં હોવ ત્યારે શું કરો છો?
દર્દી : હું મંદિર જાઉં છું.
ડોક્ટર : અતિ ઉત્તમ. તમે ત્યાં ધ્યાન કરો છો?
દર્દી : ના, હું ત્યાં જઈને લોકોના ચંપલ મિક્સ કરી દઉં છું, પછી હું તેમને જોયા કરું છું. તેમને ટેંશનમાં જોઈને મારુ ટેંશન દુર થઈ જાય છે.
જોક્સ-૭
બે બાળકો પરસ્પર ઝગડી રહ્યા હતા.
પહેલો બોલ્યો : મારો એક હાથ પડશે તો તારા બત્રીસ દાંત તુટી જશે.
બીજો બોલ્યો : હું તારા ચોસઠ દાંત તોડી નાખીશ.
આ સાંભળી તેમની નજીકમાં ઉભેલો ત્રીજો છોકરો હસતા હસતા બોલ્યો : તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે.
બીજો બોલ્યો : મને ખબર હતી કે તું વચ્ચે જરૂર બોલીશ, એટલે મેં તારા બત્રીસ પણ ગણી લીધા હતા.
જોક્સ-૮
ચાર લોકો ટ્રેનની પાછળ દોડી રહ્યા હતા.
તેમાંથી ત્રણને અન્ય લોકોએ ઉપર ચડાવી દીધા પછી કહ્યું, ‘વેલ ડન’.
તે ત્રણેય બોલ્યા : તંબુરો વેલ ડન…
ચડાવવાનો તો પેલાને હતો, અમે તો તેને મુકવા આવ્યા હતા.
જોક્સ-૯
મોન્ટુ : તને શેનાથી ચિંતિત છે?
પિન્ટુ : યાર, હું ઘરવાળાથી ચિંતિત છું.
મોન્ટુ : કેમ, તેમણે શું કર્યું?
પિન્ટુ : જે દિવસે હું એમ વિચારું કે આજે કંઈક નવું કરીશ, તે જ દિવસે તેઓ મને ઘંટીએ ઘઉં દળાવવા મોકલી છે. તેમના લીધે મારું કરિયર અટકી ગયું છે.
જોક્સ-૧૦
વકીલનો દીકરો રડતા રડતા બોલ્યો : પપ્પા, મમ્મીએ મને માર્યું.
વકીલ : જો ભાઈ, સુપ્રીમ કોર્ટે કરેલી સજા વિશે નીચલી કોર્ટમાં અપીલ નથી થઈ શકતી.
જોક્સ-૧૧
એક છોકરો પાર્કમાં ઝાડ પાછળ એક પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો.
એટલામાં એક વૃદ્ધ માણસ ત્યાંથી પસાર થયા અને બોલ્યા, દીકરા, આ આપણી સંસ્કૃતિ છે?
છોકરો : ના દાદા, આ તો રમેશભાઈની પિંકી છે, તમે બીજા કોઈ ઝાડની પાછળ તપાસો, કદાચ તે ત્યાં હશે.
જોક્સ-૧૨
જયારે પત્નીને બોલતી બંધ કરવી હોય ત્યારે મુર્ખ માણસ તેની પત્નીને કહે છે, “ક્યારેક તો ચુપ રહ્યા કર…” પણ હોંશિયાર માણસ એવા સમયે કહે છે કે, “જ્યારે તમારા હોઠ સ્થિર હોય છે, ત્યારે તારો ચહેરો ખુબ જ સુંદર લાગે છે.”