ભુરો : ભાભી, જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે, પછી ભાભીએ કઈક એવો જવાબ આપ્યો કે ભુરો પણ શરમથી પાણી-પાણી થઈ ગયો

જોક્સ-૧
પપ્પુની પત્ની : એક પ્રશ્ન પુછું?
પપ્પુ : એક નહિ બે પુછ.
પપ્પુની પત્ની : પર્સનલ સિક્રેટ અને ટોપ સિક્રેટમાં શું તફાવત છે?
પપ્પુ : તું મને ગમે છે એ પર્સનલ કહેવાય છે, તારી બહેનપણી મીના મને ગમે છે એ સિક્રેટ કહેવાય, અને તારી બહેનપણીને પણ હું ગમું છું, એ ટોપ સિક્રેટ કહેવાય.
હવે પપ્પુ અને મીના બંને ક્યાં છે, એ પપ્પુની પત્ની સિવાય કોઈને નથી ખબર.

જોક્સ-૨
શિક્ષક : તારું બધુ જ લેશન ખોટુ છે. આનું કારણ શું છે?
ભરત : આનું કારણ તો મારા પપ્પા જ કહી શકે છે, હું નહી.
શિક્ષક : કેમ?
ભરત : કારણ કે આ અક્ષર મારા નથી એમના છે.

જોક્સ-૩
પપ્પુ : આ Ford શું છે?
ગપ્પુ : ભાઈ એ ગાડી છે… ગાડી…
પપ્પુ : તો પછી આ Oxford શું છે?
ગપ્પુ : સિમ્પલ છે ભાઈ, Ox એટલે બળદ અને Ford એટલે ગાડી…
તો Oxford એટલે બળદગાડી.

જોક્સ-૪
છગન દા-રૂ પી-ને મોડી રાત્રે પોતાના ઘેર આવ્યો.
તેણે ખિસ્સા માંથી ચાવી કાઢીને તાળું ખોલવા ખુબ પ્રયત્નો કર્યા, પણ નશામાં ચુર હોવાથી તે લથડિયાં ખાતો હતો અને તાળું ખોલી શકતો નહોતો.
એવામાં એના એક પડોશી ત્યાં આવ્યા અને બોલ્યા, લાવો, તમને તાળું ખોલવામાં મદદ કરું.
છગન : તાળું તો હું જાતે જ ખોલીશ, પણ તમે મારું મકાન પકડી રાખો. આ મકાન ખુબ ડોલી રહ્યું છે.

જોક્સ-૫
પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કે પત્નીને સરપ્રાઈઝ આપું.
ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજ લગાવતા કહ્યું, ડાર્લિંગ, તારું આટલા વર્ષોનું સપનું આજે પુરું થઈ ગયું.
પત્ની દોડતી દોડતી રસોડામાંથી બહાર આવી અને બોલી, હાય હાય સાસુમા ને શું થયું, હમણાં તો એકદમ સાજા હતા…

 • જોક્સ-૬
 • નબળા હૃદયવાળા પરિણીત વ્યક્તિ મહેરબાની કરીને આ વાંચશો નહીં.
 • પટેલ સાહેબ બપોરે તેમના વરંડામાં બેઠા હતા ત્યારે અલ્સેશિયન જાતિનો એક મજબૂત બાંધાનો અને ખુબ જ થાકી ગયેલો કુતરો ત્યાં પહોંચ્યો.
 • કુતરાના ગળામાં એક પટ્ટો પણ હતો. તેને જોઈને પટેલ સાહેબના મનમાં વિચાર આવ્યો કે ચોક્કસ આ કોઈ સારા ઘરનો પાલતુ કુતરો છે.
 • જ્યારે તેઓએ તેને બોલાવ્યો, ત્યારે તે તેમની પાસે આવ્યો. પછી જ્યારે તેમણે તેને પ્રેમથી સ્પર્શ કર્યો, ત્યારે તે તેની પૂંછડી હલાવતો ત્યાં બેસી ગયો.
 • થોડા સમય પછી જ્યારે પટેલ સાહેબ ઉઠીને ઘરની અંદર ગયા ત્યારે તે કુતરો પણ હોલમાં તેમની પાછળ ગયો અને બારી પાસે પગ ફેલાવીને તેમને જોતા જોતા સુઈ ગયો.
 • પટેલ સાહેબ હોલનો દરવાજો બંધ કરીને સોફા પર બેસી ગયા.
 • લગભગ એક કલાક ઊંઘ્યા પછી, કુતરો જાગ્યો અને દરવાજા તરફ ગયો. પટેલ સાહેબે ઉભા થઈને દરવાજો ખોલ્યો.
 • કુતરો ઘરની બહાર નીકળ્યો અને ક્યાંક જતો રહ્યો.
 • બીજા દિવસે એ જ સમયે એ જ કુતરો ફરી આવ્યો. તે બારીની નીચે એક કલાક સુઈ ગયો અને પછી ચાલ્યો ગયો.
 • પછી તો તે રોજ આવવા લાગ્યો. આવે, સુઈ જાય છે અને પછી જાગીને જતો રહે.
 • પટેલ સાહેબના મનમાં દિન-પ્રતિદિન ઉત્સુકતા વધતી જતી હતી કે આટલો નમ્ર, બુદ્ધિશાળી, વ્યવસ્થિત કુતરો આખરે કોનો છે અને ક્યાંથી આવે છે?
 • એક દિવસ પટેલ સાહેબે તેના પટ્ટામાં એક ચિઠ્ઠી બાંધી. જેમાં લખ્યું હતું કે, તમારો કુતરો રોજ મારા ઘરે આવે છે અને સુઈ જાય છે. શું તમે આ જાણો છો?
 • બીજા દિવસે જ્યારે તે કુતરો આવ્યો, ત્યારે પટેલ સાહેબે જોયું કે તેના પટ્ટામાં અન્ય એક ચિઠ્ઠી બાંધેલી હતી.
 • તેમણે તે ચિઠ્ઠી કાઢીને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે, આ એક સારા ઘરનો અને ખુબ જ શાંતિપ્રિય કુતરો છે અને અમારી સાથે રહે છે.
 • પરંતુ મારી પત્નીની આખા દિવસની કચકચ અને બડબડને કારણે તે ઊંઘી શકતો નથી અને દરરોજ અમારા ઘરેથી ક્યાંક જતો રહે છે.
 • જો તમે પરવાનગી આપો તો હું પણ તેની સાથે આવીને તમારા ઘરે થોડો સમય સુઈ શકું?
 • આ વાંચી પટેલ સાહેબને ચક્કર આવી ગયા.

જોક્સ-૭
ભુરો : ભાભી જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે.
ભાભી : હા હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે

You may have missed