કાકા ટ્રેનના ટોયલેટમાં ગયા. કાકા પાછા સીટ પાસે આવ્યા તો કાકીએ પુછ્યું : આ તારો પાયજામો ભીનો કેમ છે? પછી કાકાએ એવો જવાબ આપ્યો કે કાકીનાં મગજનાં તાર ખેંચાઇ ગયા

જોક્સ-૧
એકવાર એક શાળામાં આગ લાગી.
તમામ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા.
બધા ખુબ ખુશ હતા, પરંતુ એક બાળક ખુબ ઉદાસ થઈને શાળાએથી જઈ રહ્યો હતો.
વાલીએ તેને પુછ્યું : બધા બાળકો ખુબ ખુશ છે પણ તું ઉદાસ કેમ છે?
બાળકે કહ્યું : શાળા તો આગથી બળી ગઈ પણ શિક્ષકો બધા બચી ગયા.
કાલે તેઓ મેદાનમાં બેસીને ભણાવવાનું શરૂ કરી દેશે.

જોક્સ-૨
અત્યંત ધોધમાર વરસાદમાં મોડી રાત્રે એક માણસ પિઝા લેવા ગયો.
પિઝાવાળો : શું તમે પરણેલા છો?
માણસ : હાં તો વળી, બાકી આટલા વરસાદમાં કઈ માં પોતાના દીકરાને પિઝા લેવા મોકલે?

જોક્સ-૩
ટીટીએ મોન્ટુને પ્લેટફોર્મ પર પકડ્યો.
ટીટી : ટિકિટ દેખાડ.
મોન્ટુ : અરે હું તો ટ્રેનમાં આવ્યો જ નથી.
ટીટી : સાબિતી શું છે?
મોન્ટુ : અરે સાબિતી એ છે કે મારી પાસે ટિકિટ નથી.

જોક્સ-૪
પહેલો મિત્ર : ગઈ કાલે મારી પત્ની કુવામાં પડી ગઈ હતી.
બિચારી ખુબ રડી રહી હતી.
બીજો મિત્ર : હવે તેને કેવું છે?
પહેલો મિત્ર : સારું જ હશે. કારણ કે ૩ કલાકથી કુવા માંથી અવાજ આવી રહ્યો નથી.

જોક્સ-૫
એક સંબંધીના લગ્નમાં એક સુંદર છોકરીએ મને પુછ્યું : “શું તમે ડાન્સ કરશો.”
મેં ખુશીથી કહ્યું : હા, કેમ નહીં.
પછી તે છોકરી બોલી : તો હું તમારી ખુરશી લઈ લઉં બેસવા માટે.

જોક્સ-૬
એકવાર રાજુના પિતા તેને જંગલ બતાવવા લઈ ગયા.
ત્યાં રાજુએ ઝાડ પર લટકતો સાપ જોયો.
રાજુ (સાંપને) : અરે સાંપ ભાઈ, અહીં લટકવાથી કંઈ નહીં થાય, મમ્મીને કહે જે કોમ્પ્લેન પીવાડાવે.

જોક્સ-૭
પતિ પત્નીનો હાથ પકડીને બજારમાં ફરતા હતા.
ત્યારે એનો મિત્ર મળ્યું અને કહ્યું : યાર આટલા વર્ષ થયા તારા લગ્નને પણ પત્ની તરફ તારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયો.
પતિ : અરે નહી યાર એનો હાથ છોડતા જ એ કોઈ દુકાનમાં ઘુસી જશે એટલે જ પકડીને રાખ્યું છે.

જોક્સ-૮
રમેશ : બાળપણમાં માં નું કહ્યું સાંભળ્યું હોત તો આજે આ દિવસ જોવો ના પડત.
સુરેશ : શું કહેતી હતી તારી મમ્મી?
રમેશ : જ્યારે મેં કાંઈ સાંભળ્યું જ નહિ તો હું તને શું જણાવું કે તે શું કહેતી હતી.

જોક્સ-૯
ટીચરે ગધેડાની સામે પાણીની બાલ્ટી મુકી અને દારૂની બોટલ મુકી ગધેડા પાણી પી લીધું.
ટીચર : હવે તમને આનાથી શું શીખ્યા ?
છાત્ર : કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !

જોક્સ-૧૦
આજે સ્માર્ટફોનની આડ અસર જોવા મળી.
સવારે જ્યારે હું રસ્તા પરથી પસાર થતો હતો, તો સામે એક માણસ પેપર વાંચી રહ્યો હતો અને તે પેપરમાં છપાયેલો ફોટો પણ પોતાની આંગળીઓ વડે ઝુમ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

જોક્સ-૧૧
હરેશ : અમે ૪૦ ભાઈ-બહેન છીએ.
શિક્ષક : શું તારા ઘરે વસ્તી નિયંત્રણ આવ્યા ન હતા?
હરેશ : આવ્યા હતા. પણ તે સમયે અમે ભણવા બેઠા હતા, તો તેઓ કોચિંગ ક્લાસ સમજીને જતા રહ્યા.

જોક્સ-૧૨
પપ્પુ કોલેજના ટોયલેટમાં ગયો.
અંદર ટોયલેટ સીટ પર બેસીને સામે દરવાજા પર જોયું તો ત્યાં લખેલું હતું, “જો તેં ભણવામાં આટલું જોર લગાવ્યું હોત, તો આજે કોઈ સારી સીટ પર બેઠો હોત.”

જોક્સ-૧૩
કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.
થોડી વાર પછી કાકા ટ્રેનના ટોયલેટમાં ગયા.
કાકા પાછા સીટ પાસે આવ્યા તો કાકીએ પુછ્યું : આ તારો પાયજામો ભીનો કેમ છે?
કાકા : આ ટ્રેનમાં લખેલું છે કે, શરીરનો કોઈપણ ભાગ બહાર ન કાઢવો એટલે પાયજામો ભીનો થઈ ગયો.

જોક્સ-૧૪
શિક્ષક : મને કહો કે જો કોઈ ગ્રહ પૃથ્વી સાથે અથડાય તો શું થશે?
પપ્પુ : ટન્ન… એવો અવાજ આવશે.
શિક્ષક : કેમ?
પપ્પુ : કારણ કે સની લીઓને કહ્યું છે કે, યે દુનિયા… યે દુનિયા પિત્તલ દી….

જોક્સ-૧૫
એક છોકરી પોતાની સ્કુટી મિકેનિક પાસે લઈ ગઈ.
છોકરી : મારે સ્કૂટીની સર્વિસ કરાવવી છે.
સ્કૂટી તપાસ્યા પછી મિકેનિક : મેડમ એન્જિનમાં ઓઇલ ઓછું છે.
અને બ્રેક યોગ્ય રીતે કામ કરતા નથી.
લાઈટ પણ બંધ થઇ ગઈ છે.
છોકરી : અરે એ નાની નાની પ્રોબ્લેમ જવા દો,
પહેલા તેનો કાચ ઠીક કરો, તેમાં મારો ચહેરો બરાબર દેખાતો નથી.

જોક્સ-૧૬
છગન અને મગન ચંદ્ર પર જવા નીકળ્યા.
રોકેટ ઉપડ્યું, પરંતુ અડધા રસ્તેથી પાછું આવ્યું.
જ્યારે તેમને કારણ પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું, આજે તો અમાસ છે, ચંદ્ર તો હશે જ નહિ તો ઉપર જઈને શું કરીશું?

જોક્સ-૧૭
પરીક્ષા આપતી વખતે એક વિદ્યાર્થી એકદમ ટેંશનમાં બેઠો હતો.
શિક્ષક : તું કેમ પરેશાન છે?
વિદ્યાર્થી ચુપ રહ્યો.
શિક્ષક : શું તું તારી પેન ભુલી ગયો છે?
વિદ્યાર્થી ફરી ચુપ રહ્યો.
શિક્ષક : શું થયું રોલ નંબર ભુલી ગયો?
વિદ્યાર્થી ફરી ચુપ રહ્યો.
શિક્ષક : શું તું કેલ્ક્યુલેટર ભુલી ગયો છે?
વિદ્યાર્થી : અરે ચુપ રહે મારી માં.
અહીં હું ખોટા વિષયની કાપલી લઇ આવ્યો છું અને તમને પેન અને કેલ્કયુલેટરની પડી છે?

You may have missed