પત્ની : પહેલાં મારું ફિગર પેપ્સીની બોટલ જેવું હતું. પતિ : તે હજી એવું જ છે. પત્ની (ખુશ થઈને) : સાચું?? પછી પતિએ એવો જવાબ આપ્યો કે અત્યારે દવાખાનમાં દાખલ કરેલ છે

જોક્સ-૧
બબલુ : લાગે છે કે, પેલી છોકરી ઓછું સાંભળે છે. હું કંઈક કહું છું, તે કંઈક બીજું કહે છે.
ચીકુ : તે કેવી રીતે?
બબલુ : મેં કહ્યું. આઈ લવ યુ, તો તેણે કહ્યું : મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે.
જોક્સ-૨
બે છોકરીઓ પરસ્પર વાત કરી રહી હતી.
પહેલી છોકરી : આજ પછી હું ક્યારેય કોઈ છોકરા પણ વિશ્વાસ નહીં કરું. બધા છોકરા જુઠ્ઠા અને દગો આપવા વાળા હોય છે.
બીજી છોકરી : કેમ શું થયું? તારા બોયફ્રેન્ડે તને કંઈ કહ્યું?
પહેલી છોકરી : નામ ન લે એ જુઠ્ઠાનું, દગાબાજનું. હું તો આજ પછી એનું મોઢું પણ નહીં જોવ.
બીજી છોકરી (હેરાનીથી) : કેમ, એવું શું થઈ ગયું? શું તે એને કોઈ બીજી છોકરી સાથે પકડી લીધો?
પહેલી છોકરી : અરે નહીં, એણે મને મારા બીજા બોયફ્રેન્ડ સાથે જોઈ લીધો, જોકે એણે મને ગઈકાલે કહ્યું હતું કે તે થોડા દિવસો માટે શહેરની બહાર જઈ રહ્યો છે.
જોક્સ-૩
સાસુ : જમાઈ રાજા, તમે તમારા આગામી જીવનમાં શું બનશો?
જમાઈ : સાસુમાં, હું હવે પછીના જીવનમાં ગરોળી બનીશ.
સાસુ : કેમ ગરોળી?
જમાઈ : કારણ કે, મારી પત્ની ગરોળીથી બહુ જ ડરે છે.
જોક્સ-૪
છોકરીનો ફોન આવે છોકરા પર.
છોકરો : હાં, કેટલાનું રિચાર્જ કરાવું?
છોકરી : તને શું લાગે છે હું દરેક વખતે રિચાર્જ કરાવવા માટે જ ફોન કરું છું?
છોકરો : તો?
છોકરી : ૨ ડ્રેસ અપાવને.
જોક્સ-૫
પત્ની : પહેલાં મારું ફિગર પેપ્સીની બોટલ જેવું હતું.
પતિ : તે હજી એવું જ છે.
પત્ની (ખુશ થઈને) : સાચું??
પતિ : હા, અગાઉ 300 ml હતી, હવે તે, ૨ લિટર છે…!!!’
જોક્સ-૬
એક છોકરો ક્લાસમાં છોકરીને રોજ છુપાઈ છુપાઈને જોતો હતો.
એક દિવસ છોકરો બોલ્યો : આઈ લવ યુ.
છોકરી : જો હું પણ આઈ લવ યુ બોલું તો તને કેવું લાગશે?
છોકરો : જાનમ, હું તો એ ખુશીમાં મરી જઈશ.
છોકરી ઘણી ચાલાક નીકળી, તીરછી નજર ફેરવીને બોલી : જા નથી બોલતી, જીવી લે પોતાનું જીવન.
જોક્સ-૭
ગર્લફ્રેન્ડ : કાલે મારા લગ્ન છે, માટે તારે જે કરવું હોય તે આજે કરી લે.
બોયફ્રેન્ડ : સારું, તો પછી સૌથી પહેલા તું તારું મગજ શાંત કર અને મારુ ટેંશન લેવાનું છોડી દે. મેં પહેલાથી તારી નાની બહેનને પટાવી લીધી છે.
જોક્સ-૮
દીકરી : હું પાડોશીને પ્રેમ કરું છું. અને તેની સાથે ભાગી રહી છું.
પપ્પા : આભાર, મારા પૈસા અને સમય બંને બચી ગયા.
દીકરી : હું તો એ પત્ર વાંચી રહી છું જે મમ્મી ટેબલ પર મુકીને ગઈ છે. પપ્પા બેભાન.
જોક્સ-૯
દર્દી : ડોક્ટર, તમે માથાનો દુઃખાવો, શરીર અને સાંધાનો દુઃખાવો સંપુર્ણપણે દૂર કરી દીધો છે, હવે ફક્ત એક સમસ્યા રહી ગયા છે કે મને પરસેવો નથી આવતો.
ડોક્ટર : ચિંતા ના કરો, મારું બિલ જોઈને તમારી એ સમસ્યા પણ દૂર થઈ જશે.
જોક્સ-૧૦
ગર્લફ્રેન્ડ (ગાર્ડનમાં) : જાનુ, મારા માથામાં ખૂબ દુ:ખાવો થઈ રહ્યો છે.
બોયફ્રેન્ડ છોકરીના માથા પર કિસ કરે છે અને પુછે છે : હવે દુઃખે છે?
ગર્લફ્રેન્ડ : ના, હવે દુઃખાવો ગાયબ થઈ ગયો.
નજીકના બાકડા પર બેસેલા ડૉક્ટરે કહ્યું : ધિક્કાર છે મારી MBBS ની ડિગ્રી પર.
જોક્સ-૧૧
પતિ : આજે ૧૦ વાગે કુતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું.
પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી ને રેસ કરવાનો શોખ જાગ્યો છો.