ઇન્સ્પેકટરે વ્યક્તિ ને કહ્યું : કોઈ સાબિતી છે કે આ તારી પત્ની છે? વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે પોલીસ ઇન્સ્પેકટરને પણ શરમ આવી ગઈ

જોક્સ-૧
રમેશ (મીનાને) : જ્યારે પણ હું પપ્પાની તલવાર જોઉં છું, તો મને યુદ્ધમાં જવાનું મન થાય છે.
મીના : તો પછી જતો કેમ નથી?
રમેશ : શું કરું, પછી તરત જ તેમના નકલી પગ યાદ આવે છે.

જોક્સ-૨
મોન્ટુ એ તેની મમ્મીને કહ્યું, મને નંબરવાળા ચશ્મા ઉતારવાની એકદમ સરળ રીત આવડે છે.
મમ્મી : તો જણાવ જેથી ચશ્માથી છુટકારો મળે.
મોન્ટુ : પહેલા જમણી દાંડી જમણા હાથમાં પકડ,પછી ડાબા હાથમાં ડાબી દાંડી પકડ.
મમ્મી : પછી?
મોન્ટુ : ધીમે ધીમે ચશ્મા આગળ ખેંચ એટલે ચશ્મા ઉતરી જશે.
પછી મોન્ટુની આંખનો સોજો બે દિવસે ઓછો થયો.

જોક્સ-૩
રમેશની મરઘી દિનેશના વાડામાં ઈંડુ મુકી આવી. રમેશ ઈંડુ લેવા માટે ગયો.
રમેશ : હું મારી મરઘીએ મુકેલું ઈંડુ લેવા આવ્યો છું.
દિનેશ : નહિ આપું. મારા વાડામાં મુકી ગઈ એટલે ઈંડુ મારુ કહેવાય.
રમેશ : મરઘી મારી છે એટલે ઈંડુ મારુ કહેવાય.
દિનેશ : પણ વાડો મારો છે.
રમેશ : ઠીક છે. આમ ઝઘડવાનો કોઈ અર્થ નથી. એમ કરીએ હું તને એક લાત મારુ અને તું મને એક લાત માર. નીચે પડીને જે ઓછા ટાઈમમાં ઉભો થઇ જાય ઈંડુ તેનું. આ હરેશ આપણો અમ્પાયર.

દિનેશ : મને વાંધો નથી. ચાલ તું મને પેલા લાત માર.
પછી રમેશે ઊંડો શ્વાસ લઈને એવી લાત મારી કે દિનેશ પડ્યો અને કેટલીય વાર સુધી ઉંહકારા ભરતો રહ્યો.
પછી હરેશ ઘડિયાળ જોઈને બોલ્યો : દિનેશે ઉઠવામાં બરોબર વીસ મિનિટ લગાવી.
દિનેશ : વાંધો નહીં. હવે મારો વારો.
રમેશ : રેવા દે! મારે ઈંડુ નથી જોઈતું. તું રાખી લે.
બિચારો દિનેશ…

જોક્સ-૪
છોકરો : તમે છોકરીઓ લવ મેરેજ શા માટે કરો છો?
છોકરી : અજાણ્યા નમુના મળવાથી સારું છે, જાણીતા મુર્ખ મળી જાય.
છોકરી : તમે છોકરાઓ લવ મેરેજ કેમ કરો છો?
છોકરો : એનાકોંડા મળવા કરતા સારું છે કે, પહેલાથી પાળેલી નાગણ મળે.

જોક્સ-૫
આજની પેઢી :
ચેટિંગ ચેટિંગ, યસ પાપા.
ગર્લફ્રેન્ડ સેટિંગ, નો પાપા.
ટેલિંગ લાઇસ, નો પાપા.
ઓપન યોર વોટ્સએપ,
ના ના ના…

જોક્સ-૬
પપ્પા નાસ્તો કરી રહ્યા હતા અને અચાનક ફોન રણક્યો,
પપ્પા : મારી ઓફિસેથી ફોન હશે, પુછે તો કહેજે કે હું ઘરે નથી.
દીકરી (ફોન ઉપાડીને) : પપ્પા ઘરે જ છે.
પપ્પા : અરે મેં તને ના પાડવા કહ્યું હતું ને?
દીકરી : અરે એ ફોન મારા માટે હતો.
પપ્પા બેભાન.

જોક્સ-૭
એક છોકરો રાત્રે મોડેથી ઘરે આવ્યો.
માં : ક્યાંથી આવી રહ્યો છે?
છોકરો : કેબ્રે ડાન્સ જોવા ગયો હતો.
માં : હે ભગવાન, તે કોઈ એવી વસ્તુ તો નથી જોઈને જે તારે નહિ જોવાની હતી.
છોકરો : હા જોઈને.
માં : શું જોયું?
છોકરો : ત્યાં પપ્પાને જોયા.

જોક્સ-૮
બકો : ભુરા તું સવારે કેટલા વાગ્યે ઊઠી જાય છે?
ભુરો : હું તો સુર્યનાં કિરણો બારીમાંથી મારી પથારી ઉપર પડે કે તરત જ ઊઠી જાઉં છું.
બકો : ‘ઓહો! આ હિસાબે તો તું જબરો વહેલો ઊઠી જતો કહેવાય.
ભુરો : ના… મારા બેડરૂમની બારી પશ્ચિમ દિશામાં પડે છે.

જોક્સ-૯
છોકરાઓને તે સમયે સૌથી વધુ ગુસ્સો આવે છે, જ્યારે તે રીક્ષામાં ૨ છોકરીઓ વચ્ચે બેઠો હોય, અને પછી ત્રીજી છોકરી આવે એટલે રીક્ષા વાળો કહે છે, ભાઈ તું આગળ આવી જા.

જોક્સ-૧૦
છોકરી : પ્લેટફોર્મ પર લોકલ ટ્રેન કેટલા વાગે આવશે?
સ્ટેશન માસ્તર : ૧૦ વાગે.
છોકરી : સારું, રાજધાની ટ્રેન કેટલા વાગે આવશે?
સ્ટેશન માસ્તર : બપોરે ૨ વાગ્યે.
છોકરી :ઓકે અને આ માલગાડી ક્યારે આવશે?
સ્ટેશન માસ્તર : બપોરે ૨:૩૦ વાગ્યે. તમારે જવું ક્યાં છે?
છોકરી : મારે ક્યાંય જવું નથી, બસ રેલ્વે ટ્રેક પર સેલ્ફી લેવી હતી એટલે પુછ્યું.

જોક્સ-૧૧
મગન : શું આ ATM માં પૈસા છે?
ગાર્ડ : હા.
મગન : એ હું કાઢી લઉં?
ગાર્ડ : હા, કાઢી લે.
મગન : તો સ્ક્રુડ્રાઈવર આપ, આજે બધી રોકડ કાઢી લઉં.
ગાર્ડ ૧ કિલોમીટર સુધી તેની પાછળ છોડ્યો.

જોક્સ-૧૨
મોડી રાત્રે એક પતિ-પત્ની પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા.
રસ્તામાં પોલીસે તેમની ગાડી રોકી અને તલાશી લેવા લાગી.
ગાડીના કાગળિયા વગેરે ચેક કર્યા બાદ ઇન્સ્પેક્ટર એ પત્ની તરફ ઈશારો કરીને પતિને પુછ્યું : આ બહેન કોણ છે?
પતિ : મારી પત્ની છે.
ઇન્સ્પેક્ટર : કોઈ સાબિતી છે, તમારી પાસે જે સાબિત કરી શકે તે આ પત્ની તમારી છે. પતિ પહેલા તો બે મિનિટ માટે વિચારમાં પડી ગયો. ત્યારબાદ ગાડીમાંથી ઉતરીને ઇન્સ્પેક્ટર ને એક ખુણામાં લઈ ગયો અને ધીરેથી કહ્યું, સર જો તમે કોઈપણ રીતે સાબિત કરી આપો કે આ મારી પત્ની નથી, તો હું પોતાનો ૨૫ લાખનો બંગલો તમારા નામે કરી દઈશ. ઇન્સ્પેક્ટર સાહેબ ત્યાં જ બેભાન થઈ ગયા.

You may have missed