પતિએ પોતાની પત્નીને કોઈ પારકા પુરૂષ સાથે ફરતાં જોઈ લીધી. પછી પત્ની ઘરે આવી એટલે તેણે તરત જ પત્ની સાથે ઝગડવાનું શરૂ કરી દીધું, પછી પત્ની કઈક એવું બોલી કે પતિને પણ શરમ આવી ગઈ

જોક્સ-૧
છગન : ઉકાળો પીધા પછી તારી રોગપ્રતિકારક શક્તિ કેટલી વધી?
મગન : ઘણી બધી, પહેલાં પત્ની સાથેના ઝગડામાં 10 મિનિટમાં મારો શ્વાસ ફુલી જતો હતો, હવે હું ૪-૫ કલાક આરામથી ઝગડી શકું છું.
જોક્સ-૨
છગન : ડોક્ટર, મારી પત્નીનું જડબું ઉતરી ગયું છે. બે મહિના બાદની એપોઇન્ટમેન્ટ આપશો?
ડોક્ટર : કાલની જ મળી જશે, બે મહિના રાહ કેમ જોવી?
છગન : કોઈ માણસ બે મહિના શાંતિથી જીવે એમાં તમને શું વાંધો છે?
જોક્સ-૩
પતિ અચાનક પત્નીને ધોવા લાગ્યો. લોકોએ પુછ્યું શું થયું ભાઈ?
પતિએ કહ્યું : મને વશ કરવા તેણે મારી ચા માં તાવીજ નાખ્યું છે. તે મને મારીને મારાથી દુર લઈ જવા માંગે છે.
પત્નીએ ગુસ્સામાં કહ્યું : તે તાવીજ નથી ટી બેગ છે અભણ.
જોક્સ-૪
કાકી : દીકરા તારો અભ્યાસ કેવો ચાલે છે?
ટીટુ : બસ કાકી, ચાલતાં ચાલતાં બહુ દુર જતો રહ્યો છે.
જોક્સ-૫
શોપિંગ મોલમાં એક મહિલા સતત એક યુવકને જોઈ રહી હતી.
પછી તે યુવક જેવો બિલ કાઉંટર તરફ વધ્યો કે એ મહિલા તેની પાસે આવીને બોલી, દીકરા, તું મારા પુત્ર જેવો દેખાય છે.
યુવક લાગણીશીલ થઈને તેમને પગે લાગ્યો અને કહ્યું, તમે મારા માટે મારી મમ્મી જેવા જ છો.
મહિલા તેને ‘સુખી રહે…’ એવા આશીર્વાદ આપીને પોતાનો સામાન લઈને નીકળી ગઈ.
પછી યુવકે બિલ કાઉંટર પર બિલ માંગ્યું તો તેણે 2 બિલ આપતા કહ્યું, આ તમારું ૫૦૦ રૂપિયાનું બિલ, અને તમારા મમ્મી ગયા તેમનું ૩૨૦૦ રૂપિયાનું બિલ.
જોક્સ-૬
ભુગોળનાં શિક્ષકે ટીટુને પુછ્યું, શિક્ષક : ગંગા ક્યાંથી નીકળે છે અને ક્યાં મળે છે?
ટીટુ : તે સ્કુલે આવવા માટે મેકઅપ કરીને ઘરેથી નીકળે છે, અને સ્કુલની પાછળ રાજુને મળે છે.
જોક્સ-૭
વિદ્યાર્થી : સર…
માસ્તર : હા બોલ…
વિદ્યાર્થી : મેં જે કામ નથી કર્યું તેની સજા તમે મને આપશો?
માસ્તર : ના, બિલકુલ નહિ. બોલ શું વાત છે?
વિદ્યાર્થી : મેં આજે હોમવર્ક નથી કર્યું.
જોક્સ-૮
પપ્પુ ઓનલાઇન કોર્સથી ડોક્ટર બન્યો. તેણે પહેલું ઓપરેશન કર્યું.
પપ્પુ : તમારા માટે એક સારા અને એક માઠા સમાચાર છે.
દર્દી : તો પહેલા સારા સમાચાર આપો.
પપ્પુ : તમારો રોગગ્રસ્ત પગ હવે સારો થઈ રહ્યો છે.
દર્દી : અને માઠા સમાચાર?
પપ્પુ : ભુલથી મેં તમારા સાજા પગનું ઓપરેશન કરી દીધું છે.
જોક્સ-૯
માસ્તર : બોલો એવી કઈ વસ્તુ છે જે ખેંચવાથી નાની થઈ જાય છે?
રમેશ : સર બીડી.
પછી માસ્ટરે તેને ઘર સુધી દોડાવ્યો.
જોક્સ-૧૦
પતિએ પોતાની પત્નીને કોઈ પારકા પુરૂષ સાથે ફરતાં જોઈ લીધી.
પછી પત્ની ઘરે આવી એટલે તેણે તરત જ પત્ની સાથે ઝગડવાનું શરૂ કરી દીધું.
પત્નીએ કહ્યું : હું કોઈ પારકાં પુરૂષ સાથે બજારમાં ફરતી હોઉ તો તમારે તો ખુશ થવુ જોઈએ કે તમારા પૈસાની બચત થઈ રહી છે.
જોક્સ-૧૧
ગર્લફ્રેન્ડ : શું તું મારા માટે સિંહનો શિકાર કરી શકીશ?
બોયફ્રેન્ડ : ના, કાંઈ બીજું કહે, હું તમારા માટે બીજું કંઈ પણ કરી શકું છું.
ગર્લફ્રેન્ડ : તારું ફેસબુક વોટ્સએપ ચેક કરવા તારો ફોન મને આપશે?
બોયફ્રેન્ડ : તું જે સિંહની વાત કરી રહી હતી તે ક્યાં છે?
જોક્સ-૧૨
પિતા (પુત્રને) : તું એ કેવી રીતે સિધ્ધ કરશે કે લીલાં શાકભાજી ખાનારા લોકોને આંખોની કોઈ તકલીફ નથી હોતી.
પુત્ર : એકદમ સહેલું છે પપ્પા. તમે કદી કોઈ ઘોડા કે બકરીને ચશ્મા પહેરેલા જોયા છે.
જોક્સ-૧૩
ઈન્સ્પેક્ટર : તેં કોન્સ્ટેબલના ખિસ્સામાં સળગતી માચીસો કેમ નાખી?
પપ્પુ : સાહેબ, કોન્સ્ટેબલે જ કહ્યું હતું કે, તમારે જેલમાં નહિ જવું હોય તો મારું ખિસ્સું ગરમ કરો. એટલે મેં માચીસો સળગાવીને તેમના ખિસ્સામાં મુકી દીધી.