પતિ : મારું અનુમાન એવું કહે છે કે આ ડબ્બામાં ખાવાની કોઈ વસ્તુ છે, પછી પત્નીએ એવો જવાબ આપ્યો કે પતિનું મોઢું દીવેલ પીધેલું થઈ ગયું

જોક્સ-૧

જોક્સ-૨

જોક્સ-૩

જોક્સ-૪

નારદ મુનિએ સ્ત્રીઓને કહ્યું : તમારા પતિ તમને ખુબ જ રોમેન્ટિક મેસેજ મોકલે છે એ સારી બાબત છે.

પણ, એ પણ વિચારવાની વાત છે કે આખરે તેમને આ રોમેન્ટિક મેસેજ કોણે મોકલે છે?

મારું કામ થઈ ગયું, હવે હું જાઉં છું… નારાયણ… નારાયણ…

જોક્સ-૫

આજે ૧૮ સેલ્ફી લીધા પછી મને સમજાયું કે…

“મનની સુંદરતાથી મોટું કંઈ નથી હોતું.”

તેથી મેં બધી સેલ્ફી ડીલીટ કરી દીધી.

જોક્સ-૬

પત્ની : સાંભળો છો, મેં મારો નવો ડ્રેસ નવા ડિટર્જન્ટથી ધોયો છે અને તે નાનો થઈ ગયો છે.

હવે શું કરું?

પતિ : એ જ ડીટરજન્ટથી સ્નાન કરી લે…. ફીટ આવી જશે.

જોક્સ-૭

૫ રૂપિયાની નોટ ફાટી ગઈ છે,

અને સેલોટેપ પણ ૫ રૂપિયાની આવે છે.

અને ફેવીકોલ પણ ૫ રૂપિયાનું આવે છે.

શું કરવું સમસ્યા ગંભીર છે.

જોક્સ-૮

જોક્સ-૯

એક સુંદર સ્ત્રી ચોરી કરતી ઝડપાઈ ગઈ અને પછી…

ન્યાયાધીશ : તમે બિસ્કિટનું પેકેટ ચોર્યું, જેમાં ૩૦ બિસ્કિટ હતા,

આ માટે તમને ૩૦ દિવસની સજા આપવામાં આવે છે.

આ સાંભળી તેના પતિએ કહ્યું : જજ સાહેબે તેણે ૫-૫ કિલોના ૪ સોજીના પેકેટ પણ ચોરી લીધા હતા. અને મારી પાસે તેનો વિડીયો પણ છે.

ન્યાયાધીશ બેભાન થઈ ગયા.

જોક્સ-૧૦

ભુરો : મારી પત્ની બહુ મજાક કરે છે.

જીગો : કેવી રીતે?

ભુરો : ગઈકાલે મેં પાછળથી તેની આંખ પર હાથ મુકીને પુછ્યું, “હું કોણ છું?”,

તો તેણે કહ્યું દુધ વાળો.

જોક્સ-૧૧

શિક્ષક (વિદ્યાર્થીને ઠપકો આપતાં) : ગણિતમાં આટલા ઓછા માર્ક્સ કેમ આવ્યા?

વિદ્યાર્થી : તે દિવસે આવ્યો ન હતો.

શિક્ષક : તો આ 5 માર્ક્સના જવાબ કોણે લખ્યા?

વિદ્યાર્થી : ના, હું નહીં… હું જેનામાંથી જોઈને લખું છું એ છોકરો આવ્યો ન હતો!

You may have missed