કામવાળી બાઈ આગળનો બાકી પગાર લેવા આવી. પત્ની બોલી : જો, અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે, પછી કામવાળી કઈક એવું બોલી કે પતિ અને પત્ની બંને શરમથી પાણી-પાણી થઈ ગયા

જોક્સ-૧
પત્ની : તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો, ઈ હવે બંધ કરો.
પતિ : અને તું બ્યુટીપાર્લરમાં જઈને ખોટા ૫૦૦૦ રૂપિયા ખર્ચે છે તેનું શું?
પત્ની : એ તો હું સુંદર દેખાઉં એટલા માટે ખર્ચુ છું.
પતિ : અરે ગાંડી, તું મને સુંદર દેખાય એટલા માટે જ હું દારૂ પર ખર્ચો કરું છું.

જોક્સ-૨
ગામડામાં નવી કોલેજ ખુલી.
બાજુના ગામડેથી જીગો રોજ ઘોડા પર બેસીને કોલેજ આવે. એમનો બહુ વટ પડે.
પણ એક દિવસ જીગો ચાલતો ચાલતો આવ્યો.
લોકોએ પુછ્યું : ઘોડો ક્યાં?
જીગાએ કીધું : એ ગ્રેજ્યુએટ થઈ ગ્યો.

જોક્સ-૩
પતિ (મરતા સમયે પોતાની પત્નીને) : મેં કબાટમાંથી તારા સોનાના દાગીના ચોરી લીધા હતા.
પત્ની રડતા રડતા : વાંધો નહીં.
પતિ : તારા ભાઈએ આપેલા એક લાખ રૂપિયા પણ મેં ગાયબ કરી દીધા હતા.
પત્ની : વાંધો નહિ, મેં તમને માફ કરી દીધા.
પતિ : મેં તારી કિંમતી સાડીઓ ચોરીને મારી ગર્લફ્રેન્ડને આપી હતી.
પત્ની : વાંધો નહિ, તમને ઝેર પણ મેં જ આપ્યું હતું, એટલે હિસાબ બરાબર થઈ ગયો.

જોક્સ-૪
ભુરો : પપ્પા, આ રાવણ કોણ હતો?
ભુરાના પપ્પા : અલ્યા, તું સ્કુલે જાસ ને તને ખબર નથી કે રાવણ કોણ હતો?
જા જઈને મહાભારત જો, તને ખબર પડી જાશે.

જોક્સ-૫
આ લગ્ન નથી સરળ…
બસ એટલું સમજી લો કે, લાલ મરચાની ચોકલેટ છે અને ચુસીને ખાવાની છે.

જોક્સ-૬
કામવાળી બાઈ આગળનો બાકી પગાર લેવા આવી.
પત્ની બોલી : જો, અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે.
કામવાળી બોલી : શેઠાણી, પુરુષનો હાથ તો પુરુષનો જ હાથ હોય છે ને.
આ સાંભળીને પતિને ખુશી પણ થઈ અને દુઃખ પણ થયું.

જોક્સ-૭
દારૂડિયા પતિએ પત્નીથી બચવા ઘરે આવતાં જ મોટી ચોપડી ખોલીને વાંચવાનું શરૂ કરી દીધું.
પત્ની : આજે ફ્રી માં પી ને આવ્યા?
પતિ : ના, આજે નથી પીધી.
પત્ની : તો પછી આ સુટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો?

જોક્સ-૮
જયાબેન : તમને સંગીતનો શોખ છે?
હીનાબેન : હા, હું તો સંગીતને ખુબ પ્રેમ કરું છું.
જયાબેન : તમે કયુ વાદ્ય યંત્ર વગાડો છો.
હીનાબેન : છે એક હાલતું ચાલતું યંત્ર.
જયાબેન (ચકિત થઈને) : શું વાત કરો છો? કયું?
હીનાબેન : મારા પતિ.

જોક્સ-૯
પોલીસે મગનને કહ્યુ : માફ કરજો, મને ખબર નહોતી કે ગાર્ડનમાં અંધારા ખૂણામાં તમે જે સ્ત્રીને ચુમી રહ્યા હતા, તે તમારી પત્ની છે.
છગન બોલ્યો : એમા માફી માંગવાની જરૂર નથી, તમે જ્યારે ટોર્ચથી પ્રકાશ નાખ્યો ત્યારે જ મને પણ ખબર પડી.

જોક્સ-૧૦
ચીંટુ : પાપ્પા, તમે અંધારામાં લખી શકો છો?
પપ્પા : હા.
ચીંટુ : તો હું લાઈટ બંધ કરું છું, તમે આ મારા રિપોર્ટ કાર્ડ પર સહી કરી આપો.

જોક્સ-૧૧
પીટીના સર : જો તમે ભગવાનને ખરા દિલથી પ્રાર્થના કરો તો તે સાચી થાય છે.
મગન : તદ્દન ખોટી વાત સાહેબ. જો એવું હોત તો તમે અત્યાર સુધી જીવતા જ ન હોત.

જોક્સ-૧૨
શિક્ષક : ખિસ્સુ કાપવું કયુ કારક કહેવાય?
વિદ્યાર્થી : હાનિકારક.

જોક્સ-૧૩
આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,
જેણે એવું કહ્યું હતું કે,દરેક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે.
એના ચક્કરમાં મેં પણ લગ્ન કરી લીધા,જો ના કર્યા હોત તો આજે હું પણ સફળ હોત.

જોક્સ-૧૪
તે ફરી ફરીને જોઈ રહી હતી મને,
હું ફરી ફરીને જોઈ રહ્યો હતો તેને,
તે મને, હું તેને,
હું તેને, તે મને,
કારણ કે, પરીક્ષામાં ન તો તેને કાંઈ આવડતું હતું, ન તો મને.

જોક્સ-૧૫
બાપુએ સવારે છાપામાં વાંચ્યું : કમળાએ મોડાસામાં ૪૫ માણસોનો ભોગ લીધો.
આ વાંચીને બાપુ બોલ્યા : ઈ બાઈ બવ જબરી લાગે છે.

જોક્સ-૧૬
પતિ (પત્નીને) : આજે ૧૫ વર્ષમાં પહેલીવાર હું એલાર્મની મદદથી સવારે વહેલા જાગી ગયો.
પત્ની : તે કેવી રીતે થયું? આમ તો દરરોજ ગમે એટલા એલાર્મ વાગે પણ તમે હલતા પણ નથી?
પતિ : આજે સવારે મને જગાડવા માટે તારી માં એ એલાર્મ ક્લોક મારા માથા પર ફેંકી.

You may have missed