જાણી લો ખજુરભાઈ ની હમસફર મીનાક્ષી દવે કોણ છે અને કેવી રીતે શરૂ થઈ હતી તેમની લવ સ્ટોરી, જુઓ બંનેની તસ્વીરો
ગુજરાતમાં ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હશે જે ખજુરભાઈને નહીં ઓળખતો હોય. સોશિયલ મીડિયાથી લોકોની વચ્ચે પોપ્યુલર બનેલા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના સેવા કાર્ય માટે દેશભરમાં ઓળખવામાં આવે છે, જેના લીધે તેમને ગુજરાતના “સોનુ સુદ” તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા જ ખજુરભાઈએ પોતાની સગાઈની તસ્વીરો ચાહકો સાથે શેર કરી હતી, જેને જોઈને તેમના ચાહકો પણ ખુશીથી ઝુમી ઊઠ્યા હતા. ખજુરભાઈએ મીનાક્ષી દવે નામની વ્યક્તિ સાથે સગાઈ કરી હતી, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર થોડા સમયમાં જ વાયરલ થઈ ગઈ હતી.

ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ ખજુરભાઈનો ચહેરો જાણીતો બની ગયો છે. ખજુરભાઈ ગુજરાતમાં દરેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે પહોંચી જતા હોય છે. નિતીન જાની ઉર્ફે ખજુરભાઈ ગુજરાતમાં ઘણા સેવા કાર્ય કરે છે અને તેમની સગાઈ મીનાક્ષી દવે નામની યુવતી સાથે થયેલી છે, જે બારડોલી ખાતે રહે છે.

બોલીવુડની કોઈપણ એક્ટ્રેસને ટક્કર આપે એવી સુંદરતા ધરાવતી મીનાક્ષી દવે સાથે ખજુરભાઈની સગાઈ થયેલી છે. મીનાક્ષી અને ખજુરભાઈ એ પોતાની સગાઈ દરમિયાન ટ્રેડિશનલ કપડા પહેર્યા હતા. મીનાક્ષી દવે સિંગિંગમાં પણ રુચિ ધરાવે છે અને તેમણે પોતે ગાયેલા ગીત પણ તેમણે યુટ્યુબ ઉપર પોસ્ટ કરેલા છે.

દરેક લોકો જાણે જ છે કે ખજુરભાઈ ખુબ જ સમાજસેવી છે. તેમણે કોરોના કાળમાં પોતાની યુટ્યુબ ચેનલ માંથી જેટલી પણ આવક મેળવેલી હતી, તે બધી જ સમાજ કાર્યમાં ઉપયોગ કરેલી હતી. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં ખજુરભાઈ ૧ કરોડથી પણ વધારે રૂપિયાની સહાય જરૂરિયાતમંદ લોકોને કરી ચુક્યા છે.

તૌકતે વાવાઝોડા દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખુબ જ નુકસાન થયું હતું અને ઘણા મકાનો પડી ગયા હતા, તો અમુક લોકો પાસે એક ટંક ખાવાનું ભોજન પણ ન હતું. એવા સમયે ખજુરભાઈ લોકોની સેવા માટે તત્પર રહેતા હતા. તેમણે સૌરાષ્ટ્રમાં ઘણા લોકોને નવા મકાન બનાવીને આપ્યા હતા.

લોકોનું હાસ્યથી મનોરંજન કરતા નીતિન જાણી પોતાના સેવા કાર્ય માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેમણે હાલમાં જ મીનાક્ષી દવે નામની જ્યોતિ સાથે સગાઈ કરી છે, જેનાથી ચાહકોના મગજમાં એવા સવાલ ઊભા થતા હોય છે કે તેમની લવ સ્ટોરી કેવી રહી હશે અને આ બંનેનું સગપણ કેવી રીતે થયું હશે અથવા તો બંનેમાંથી પહેલા પ્રપોઝ કોણે કર્યું હશે? તો તમારા આવા સવાલોના જવાબ આપવા માટે આજે અમે તમને નીતિને જાણી અને મીનાક્ષી દવેની ચટપટી સ્ટોરી વિશે જણાવીશું.

સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મીનાક્ષી દવે અમરેલી જિલ્લાના દોલતી ગામની વતની છે. તેમના પિતા સિંચાઈ ખાતામાં કામ કરે છે. વળી તેમની માતા હાઉસવાઈફ છે. મીનાક્ષી દવેની ૩ મોટી બહેનો અને ૧ ભાઈ પણ છે. મીનાક્ષી દવે એ ફાર્મસીમાં બેચરલ કરેલું છે. હાલમાં મીનાક્ષી દવે પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ અમદાવાદમાં નોકરી કરે છે.

વળી બીજી તરફ નીતિન જાની ઉર્ફેક ખજુરભાઈ પુણેમા બીસીએ કર્યા બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરીને આઈટી ફિલ્ડમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ તેમણે ૭૦ હજારનાં પગારવાળી નોકરીને છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું અને ધીમે ધીમે તેઓ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકેનું પણ કામ કરવા લાગ્યા હતા. વળી હાલના સમયમાં તેઓ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવીને લોકોનું મનોરંજન કરે છે.

તમને નીતિન જાની અને મીનાક્ષી દવેની લવ સ્ટોરી વિશે જણાવીએ તો કંઈક એવું બન્યું હતું કે એક વખત નીતિન જાની સાવરકુંડલાનાં દોલતી ગામમાં સમાજસેવાનાં કાર્ય માટે ગયેલા હતા, જ્યાં તેમણે એક અંધ દાદી નું ઘર બનાવી આપ્યું હતું. ત્યારે ગામના લોકોએ નીતિન જાણીને રૂબરૂ જોયેલા અને તેમાંથી મોટાભાગના લોકોએ તેમની સાથે ફોટા પડાવેલા હતા. મીનાક્ષી દવે આ લોકોમાંથી જ એક હતા. પરંતુ તે સમયે કંઈ વાત આગળ વધી નહીં.

ધીમે ધીમે થોડો સમય પસાર થયો અને ખાંભા નજીક હનુમાનગઢમાં આવેલા હનુમાનજીનાં મંદિરે નીતિન જાની પોતાના પરિવાર સાથે આવેલા હતા અને આ મંદિરમાં જ મીનાક્ષી દવે પોતાના પરિવાર સાથે પહોંચેલા હતા. આ સમયે દરમિયાન બંને પરિવાર એકબીજાને મળ્યા હતા અને એકબીજાનો સંપર્ક કરવા માટે નંબરની આપ-લે પણ કરી હતી.

આ મુલાકાત દરમિયાન નીતિન જાની નાં માતાને મીનાક્ષી દવે ખુબ જ પસંદ આવી હતી અને તેનો સ્વભાવ પણ ખુબ જ ગમ્યો હતો. સમય જતા ધીમે ધીમે બંને પરિવારો વચ્ચે વાતચીતની શરૂઆત થઈ. પરંતુ આ દરમિયાન મીનાક્ષી દવેને સપનામાં પણ વિચાર આવ્યો નહોતો કે નીતિન જાણે તેમના લાઈફ પાર્ટનર બનશે.

થોડો સમય પસાર થયા બાદ નીતિન જાનીનાં મમ્મીએ મીનાક્ષીના ઘરે લગ્નની વાતચીત કરવા માટે વાત આગળ વધારી. જ્યારે આ વાત મીનાક્ષીને સાંભળવા મળી તો તે ખુબ જ ખુશ થઈ ગઈ હતી અને તેને થોડો પણ સમય બરબાદ કર્યા વગર આ લગ્ન માટે હા પાડી દીધી હતી. કારણ કે મીનાક્ષી માટે આ ખુબ જ મોટા સમાચાર હતા. મીનાક્ષી દવે પણ નીતિન જાની ની લાઇફ પાર્ટનર બનીને પોતાને નસીબદાર માને છે.

લોકોની વચ્ચે નીતિન જાની આજે એક સેલિબ્રિટી બની ગયેલ છે. તેણે પોતાના સરળ સ્વભાવને લીધે ગુજરાતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ લોકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. નીતિન જાની આજે અનેક જગ્યાએ સેવાનું કાર્ય કરી રહેલ છે અને પોતાની પાસે જે પણ પૈસાની આવક થાય છે,, તેને લોકોની સેવા કરવામાં ખુશીથી વાપરે છે.

નીતિન જાનીનો આ સ્વભાવ મીનાક્ષીને પહેલાથી જ ખુબ જ પસંદ હતો અને આખરે તેને નીતિન જાનીના હમસફર બનવાની તક મળી ગઈ હતી. વળી આ ઉપરાંત ખજુરભાઈને પણ મીનાક્ષી દવેનો સ્વભાવ ખુબ જ પસંદ આવ્યો હતો અને મીનાક્ષી એ પણ પોતાની વાતોથી નીતિન જાણીના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.
આ સગપણ નક્કી થયા બાદ નીતિન જાની અને મીનાક્ષી ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને વાતચીત શરૂ કરી હતી. પોતાની સગાઈ પહેલા તેઓ એકબીજાને ક્યારેય પણ મળેલા નથી. સગાઈ નક્કી થયા બાદ બંને પોતાની શોપિંગમાં વ્યસ્ત બની ગયા હતા અને સગાઈમાં બંને પહેલી વખત એકબીજાને મળ્યા હતા. સગાઈ થયા બાદ તેમની પહેલી મુલાકાત સુરતના એક કેફેમાં થઈ હતી. હાલમાં તે બંનેના લગ્નની હજુ સુધી કોઈ તારીખ નક્કી થયેલ નથી, પરંતુ એવા સમાચાર મળી રહ્યા છે કે તેઓ ખુબ જ ટુંક સમયમાં એકબીજા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે.