કબરાઉ વાળા મણીધર બાપુ માતાજી મોગલ ની માનેલી માનતા ના પૈસા કેમ નથી લેતા? તેમને કહેલી આ મહત્વની વાતો જાણો…

આજનાં કળયુગનાં સમયમાં પણ લોકોએ માં મોગલનાં પરચા જોયેલા છે, એટલા માટે જ લોકો માં મોગલ ઉપર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. માં મોગલ હાજરાહજુર છે અને પોતાના ભક્તોના દુઃખ દુર કરવા માટે સાક્ષાત હાજર રહે છે. એટલા માટે જ માં મોગલને ૧૮ વરણની માં પણ કહેવામાં આવે છે. જે વ્યક્તિ મોગલ માતાજી ઉપર સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે, તેનું કોઈ પણ કાર્ય માં મોગલ અટકવા દેતા નથી અને તેને જીવનના તમામ દુઃખ દર્દમાંથી મુક્તિ અપાવે છે, એટલા માટે જ લોકો દેશ-વિદેશ માંથી માં મોગલના દર્શન કરવા માટે તેમના પવિત્ર ધામ કબરાઉમાં પધારતા હોય છે.

જો તમે પણ માં મોગલ ઉપર શ્રધ્ધા અને વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહીં. માં મોગલ તમારી દરેક ઈચ્છા પુરી કરી આપશે.

લોકો પોતાના દુઃખ દર્દ અને જીવનની સમસ્યાઓ માંથી છુટકારો મેળવવા માટે માં મોગલ ની માનતા રાખતા હોય છે. માં મોગલ પણ પોતાના ભક્તોનાં દુઃખ-દર્દ જોઈ શકતા નથી, એટલા માટે તેમને પરેશાનીઓ માંથી છુટકારો અપાવે છે. જ્યારે કોઈ ભક્તની મનોકામના પુરી થાય છે, તો તે માં મોગલ ની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામમાં પહોંચે છે.

પરંતુ અહીંયા ની ખાસ વાત એ છે કે અહીંયા પર મણીધર બાપુ મંદિરમાં એક પણ રૂપિયો દાન પેટે અથવા તો માનતા પેટે સ્વીકારતા નથી અને ભક્તોને તેમની માનતા નાં પૈસા પરત આપી દેતા હોય છે. જેથી ઘણા લોકોના દિલમાં તે જાણવાની ઉત્સુકતા રહેતી હોય છે કે કબરાઉ વાળા મણીધર બાપુ શા માટે મોગલ મા ની માનતા ના પૈસા લેતા નથી. તો આજે આ ખાસ વાત વિશે અમે તમને ખુલાસો કરવાના છીએ.

માં મોગલના ગુજરાતની અંદર અનેક મંદિર આવેલા છે અને આ તમામ મંદિરોમાં લોકો સાચી શ્રદ્ધાથી માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે. તમે પણ માં મોગલનાં અનેક પરચાઓ વિશે સાંભળ્યું હશે. માં મોગલ વર્ષોથી ભક્તોના દુઃખ દુર કરે છે. ભક્તો પણ માતાજીના મંદિરમાં આવીને ધન્યતા નો અનુભવ કરતા હોય છે. આપણે બધા જ લોકો જાણીએ છીએ કે ઈશ્વર આપણા પૈસાના ભુખ્યા નથી. પરંતુ તે આપણી શ્રદ્ધા ભાવના ભુખ્યા છે જો તમે કોઈપણ માતાજી અથવા ભગવાન ઉપર વિશ્વાસ ધરાવો છો તો તેઓ પોતાની કૃપા જરૂરથી તમારી ઉપર જાળવી રાખે છે.

આવી જ રીતે માં મોગલ ની કબરાઉ ધામમાં સેવા કરનાર મણીધર બાપુનું પણ કહેવું છે કે જો તમે માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખીને તમામ કાર્ય કરો છો તો તમારા દરેક કાર્ય પુર્ણ થાય છે અને તમારે ફક્ત માં મોગલ ઉપર શ્રદ્ધા ભાવથી વિશ્વાસ રાખવો જોઈએ. માતાજી ક્યારેય પણ પૈસાના ભુખ્યા હોતા નથી. મણીધર બાપુ અવારનવાર એવું કહેતા આવ્યા છે કે લોકોએ અંધશ્રદ્ધાથી દુર રહેવું જોઈએ અને ફક્ત માતાજી ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ.

તેઓ અવારનવાર એવું પણ કહે છે કે જો હું ભક્તોનો એક પણ રૂપિયો લઉં તો માતાજી મને સજા આપે અને હું પૈસા લેવાનો હકદાર નથી. તમે પોતાની બેન દીકરીઓને રાજી કરો, એટલે માં મોગલ ખુબ જ રાજી થઈ જશે. જો તમે પણ માં મોગલ ઉપર શ્રધ્ધા અને વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહીં. માં મોગલ તમારી દરેક ઈચ્છા પુરી કરી આપશે.

You may have missed